HomeMorbiહળવદમાં સમજાવવા ગયેલા યુવક પર ઘરમાં ઘૂસી હુમલો; પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો
હળવદમાં સમજાવવા ગયેલા યુવક પર ઘરમાં ઘૂસી હુમલો; પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો
ભવાનીનગર ઢોરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી દરમિયાન વચગાળો કરવા ગયેલા યુવક પર પિતા-પુત્રએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ભવાન નગર ઢોરો ત્રણ માળિયા નજીક રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૮ વર્ષીય રાકેશભાઈ ધનજીભાઈ ધામેચાએ તે જ વિસ્તારમાં રહેતા આરોપી મેહુલભાઈ ઉર્ફે મેહલો દિનેશભાઇ તથા દિનેશભાઇ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મેહુલભાઈ તથા સાથી વચ્ચે બોલાચાલી થયેલ તે અંગે ફરીયાદી સમજાવવા જતા તેનું મનદુખ રાખી આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી બોલાચાલી કરી ગાળો આપી આરોપી મેહુલભાઈના હાથમા રહેલ પાઈપથી ફરીયાદીને માથે કપાળે મારતા લોહી નીકળતા તેમજ આરોપી દિનેશભાઈએ હાથમાં ધોકો લઈ આવી આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.