HomeMorbiટંકારામાં ફ્લોરીમ કારખાનાની સિક્યુરિટી રૂમમાંથી બે પિસ્તોલ ઝડપાઈ, 11 જીવતા કારતૂસ સાથે...
ટંકારામાં ફ્લોરીમ કારખાનાની સિક્યુરિટી રૂમમાંથી બે પિસ્તોલ ઝડપાઈ, 11 જીવતા કારતૂસ સાથે ગાર્ડ ઝડપાયો
ટંકારા પોલીસે બાતમીના આધારે હીરાપર ગામ નજીક આવેલા ફ્લોરીમ કારખાનામાં દરોડો પાડી સિક્યુરિટી ગાર્ડ પાસેથી બે દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ કબજે કર્યા છે. હથિયાર રાખવાનું કોઈ માન્ય લાયસન્સ ન હોવાનું સામે આવતા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 47,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે હીરાપર ગામના પાટિયા પાસે આવેલા ફ્લોરીમ કારખાનાની સિક્યુરિટી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉં.વ. ૪૬) નામના શખ્સના થેલામાંથી દેશી બનાવટની ૨ લોખંડની મેગ્ઝીનવાળી પિસ્તોલ અને ૧૧ નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપી પાસે હથિયાર રાખવાનું કોઈ લાયસન્સ ન હોવાથી પોલીસે પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪૭,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી છે.