HomeMorbiવાંકાનેરમાં કેનાલ કિનારે ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચ જુગારીઓ રોકડ રૂ. 34,700 સાથે...
વાંકાનેરમાં કેનાલ કિનારે ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચ જુગારીઓ રોકડ રૂ. 34,700 સાથે ઝડપાયા
વાંકાનેર સિટી પોલીસે ખાનગી બાતમીના આધારે નવા રાજાવડલા ગામની કેનાલ પાસે દરોડો પાડી જાહેરમાં પત્તાં રમી રહેલા પાંચ જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસે રોકડ રૂ.34,700 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગમા હોય તે દરમિયાન પોલીસની ટીમને વાંકાનેર બસ સ્ટેશન પાસે ખાનગી બાતમી મળી હતી કે, નવા રાજવડલા પાણીની કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સો રહીમભાઈ અબ્દુલભાઇ માથકીયા રહે. આરોગ્યનગર વાંકાનેર, અલ્તાફભાઈ આમદભાઇ બ્લોચ રહે ગામ રાજાવડલા, ગામ. રાજવડલા, મહેબુબભાઈ આમદભાઈ શેરસીયા મુસ્લીમ રહે ગામ રાજાવડલા. ગામ. રાજવડલા, તા. વાંકાનેર, નજરહુસેન વલીમામદભાઈ શેરસીયા રહે લિંબાળા ગામ તા. વાંકાનેર, રમેશભાઈ અમુભાઈ સારલા રહે. રાજાવડલા ગામ રાજવડલા, તા. વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૩૪૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.