HomeMorbiવોર્ડ નં-9માં વરસાદી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ: કોર્પોરેટરોની રજૂઆત બાદ પાલિકાની કામગીરી

વોર્ડ નં-9માં વરસાદી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ: કોર્પોરેટરોની રજૂઆત બાદ પાલિકાની કામગીરી

મુકેશભાઈ કુંડારિયાએ પોતાના ખર્ચે કરાવ્યું રોલર કામ

મોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 વિસ્તારમાં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ રોડ તરફ સરદારનગર સોસાયટી પાસે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડના ચારેય કોર્પોરેટરોએ મોરબી મહાનગરપાલિકામાં રજૂઆત કરતાં પાલિકા દ્વારા તાત્કાલિક સ્થળ પર મેટલ નખાવી રોડની સ્થિતિ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત, લોકોને અવરજવર દરમિયાન વધુ મુશ્કેલી ન પડે અને રોડ સમતળ બની રહે તે હેતુથી કોર્પોરેટર મુકેશભાઈ કુંડારિયાએ પોતાના ખર્ચે સ્થળ પર રોલર ફેરવવાની કામગીરી પણ કરાવી હતી. જેના કારણે રોડની સ્થિતિમાં સુધારો થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને રાહત મળી છે.

RELATED ARTICLES

Most Popular