HomeMorbiસાયબર ફ્રોડથી સાવધાન! મોરબી પોલીસની જાહેર અપીલ
સાયબર ફ્રોડથી સાવધાન! મોરબી પોલીસની જાહેર અપીલ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી (જાહેર અપીલ) બહાર પાડવામાં આવી છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક ખતરનાક વાયરસ અને હેકિંગ સ્કેમ ફરી રહ્યો છે, જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
આ બે વસ્તુઓથી ખાસ દૂર રહો:
‘WhatsApp Gold’ અપડેટ: જો તમને ‘WhatsApp Gold’ અપડેટ કરવા માટેનો કોઈ મેસેજ કે લિંક મળે, તો તેને બિલકુલ ખોલશો નહીં. આવી કોઈ સત્તાવાર એપ નથી, આ માત્ર એક છેતરપિંડી છે.
‘Martinelli’ વીડિયો: વોટ્સએપ પર ‘Martinelli’ નામના વીડિયોની લિંક આવી શકે છે. ભૂલથી પણ તેને ઓપન ન કરશો. આ વીડિયો તમારા ફોનમાં ઘૂસીને તેને હેક કરી શકે છે અને એકવાર ફોન હેક થયા પછી તેને ઠીક કરવો અશક્ય બની જાય છે.
મહત્વની નોંધ: આ હેક (hack) ખૂબ જ ગંભીર છે.