HomeMorbiમોરબીના સાદુળકામાં કારખાનાના ગેટ બહારથી શ્રમિકનું બાઇક તસ્કરો ઉઠાવી ગયા

મોરબીના સાદુળકામાં કારખાનાના ગેટ બહારથી શ્રમિકનું બાઇક તસ્કરો ઉઠાવી ગયા

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં વાહનચોરીની વધુ એક ઘટના સામે આવી છે. કારખાનાના ગેટ બહાર પાર્ક કરાયેલી શ્રમિકની રૂ.70 હજાર કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના સાદુળકા ગામની સીમમાં આવેલા લેમીકોન વૂડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ડ્રાઇવીંગ કામ કરતા ખીમરાજભાઈ વેશીયાભાઈ મેડાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર: MP-45-ZL-1885 વાળુ સાદુળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વૂડલેન્ડ કારખાનાના બહાર પાર્ક કરેલ હોય ત્યાંથી 70 હજારની કિંમતવાળુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular