HomeMorbiખાખણા ગામે જૂની અદાવતનો લોહિયાળ અંત: સાસુ-વહુ પર પાઇપ અને લાકડીઓથી હુમલો
ખાખણા ગામે જૂની અદાવતનો લોહિયાળ અંત: સાસુ-વહુ પર પાઇપ અને લાકડીઓથી હુમલો
વાંકાનેર તાલુકાના ખાખણા ગામે જૂની અદાવતને લઈને સાસુ-વહુ પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં બંને મહિલાઓને ઇજા પહોંચતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખાખણા ગામે રહેતા અને ઘરકામ કરતા ૨૫ વર્ષીય હેતલબેન અનિલભાઈ થોરીયાએ તેમના જ ગામના આરોપી સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી, રવિભાઈ સંગ્રામભાઈ ગોધાણી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓએ અગાઉ સાત આઠ દીવસ પહેલા માર્ગમાં ગારો( કીચડ) ઉડવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબત ની દાઝ રાખી આરોપીઓ ફરીયાદીના પમઘર પાસે આવી ફરીયાદી તથા સાથીઓનો ગાળો બોલી લોખંડ ના પાઈપ તથા લાકડી (પોકા) વડે ફરીયાદી ને કપાડ ના ભાગે તથા સાથી રતનબેન ને પગ ના ભાગે મારમારી ઇજા કરી જાનથી મારી નાખવા ની ધમકી આપી સ્કુટી મોટરસાયકલને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.