HomeMorbiમોરબીમાંથી 15 વર્ષની સગીરા રહસ્યમય રીતે લાપતા, દુકાને જવાનું કહી નીકળ્યા બાદ...
મોરબીમાંથી 15 વર્ષની સગીરા રહસ્યમય રીતે લાપતા, દુકાને જવાનું કહી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં
મોરબી શહેરમાં 15 વર્ષની સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી છે. સાંજે નજીકની દુકાને ખાવાનું લેવા જવાનું કહી ઘરેથી નીકળેલી કિશોરી મોડી રાત સુધી પરત ન ફરતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. આખરે પિતાએ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણની આશંકા વ્યક્ત કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક યુવાને અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની સગીર વયની દિકરી સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા દુકાને ભાગ લેવા જવાનુ કહી કયાંક જતી રહેલ હોય અથવા ફરીયાદીના વાલીપણામાંથી કોઇ પણ સંમતી લિધા વગર અજાણ્યા ઇસમે અપહરણ કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.