HomeMorbiપ્રેમલગ્નનો ખાર લોહિયાળ બન્યો: ચુપણી ગામે વૃદ્ધ પર લાકડાના ધોકાથી હુમલો

પ્રેમલગ્નનો ખાર લોહિયાળ બન્યો: ચુપણી ગામે વૃદ્ધ પર લાકડાના ધોકાથી હુમલો

હળવદ તાલુકાના ચુપણી ગામે વર્ષો જૂની પ્રેમલગ્નની અદાવત ફરી એકવાર હિંસક બની હતી. દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખી ગામના એક શખ્સે મોરબીના 67 વર્ષીય વૃદ્ધ પર લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો આરોપ સામે આવતા હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ૬૭ વર્ષીય કેશવલાલ રામજીભાઈ ચાવડાએ આરોપી ઉકાભાઇ દુદાભાઈ મકવાણા રહે. ગામ ચુપણી તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાકાના દિકશ જયંતીભાઇની દિકરીએ ચુપણી ગામના પ્રદિપભાઈની સાથે લવ મેરેજ કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીને જમણા પગમાં તેમજ વાસના ભાગે મારી મુઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular