HomeMorbiપ્રેમલગ્નનો સાત વર્ષ જૂનો ખાર ભભૂક્યો: દાદીના બેસણામાં બહેન-બનેવી પર સગા ભાઈનો...
પ્રેમલગ્નનો સાત વર્ષ જૂનો ખાર ભભૂક્યો: દાદીના બેસણામાં બહેન-બનેવી પર સગા ભાઈનો જીવલેણ હુમલો
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે શોકસભા દરમિયાન પરિવારિક અદાવતે હિંસક રૂપ ધારણ કર્યું હતું. સાત વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નનો ખાર રાખીને સગા ભાઈએ પોતાની બહેન, બનેવી અને તેમની સાથે આવેલા માસૂમ બાળકો પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની અને હાલ મોરબીની પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય લતાબેન આકરીયાએ આરોપી તેમના જ સગાભાઇ અશ્વિનભાઈ હનુભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ સાતેક વર્ષ પહેલા ડુંગરપુર ગામના અનિલભાઈ ભરતભાઈ આકરીયા સાથે લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીના મોટાભાઈ આરોપીએ ફરીયાદી તથા તેમના પતિ કાર લઇને ડુંગરપુર ગામે આવતા આરોપી લાકડાનો ધોકો લઈ આવી ફરીયાદી તથા તેના પતિને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.