HomeMorbiમોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પીધી ઝેરી દવા, સાસુ-જેઠ-જેઠાણી સામે ગુનો નોંધાયો
મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પીધી ઝેરી દવા, સાસુ-જેઠ-જેઠાણી સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકાના જોધપર નદી વિસ્તારમાં સાસરિયાના સતત મહેણાં-ટોણાં અને માનસિક ત્રાસથી કંટાળેલી 22 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જોધપર નદીની સીમમાં આવેલી બારામભાઈની વાડીએ પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી રજીયાબેન જબારખાન બલોચ (ઉ.વ.૨૨) એ આરોપી જરીનાબેન મીરખાન બલોચ, રૂસ્તમખાન મીરખાન બ્લોચ રહે. બંને મોરબી તથા જેનમબેન મોહમદ ખાન બલોચ રહે. હડમતીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી રજીયાબેન જબારખાન બલોચને તેમના સાસુ જરીનાબેન તથા જેઠ રૂસ્તમભાઈ તથા જેઠાણી જેનમબેન કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા તેમનાથી કંટાળી જઈ ફરિયાદી પોતે પોતાની મેળે ઘાસમા છાંટવાની દવા પી જતા ત્રણેય આરોપીઓએ ફરિયા દીને કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હોય રોજ-રોજના આ ઘરકંકાસ અને સાસરિયા પક્ષના અસહ્ય મહેણાં-ટોણાંથી આખરે કંટાળી જઈને રજીયાબેને પોતાના ખેતરમાં પડેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઢાંકણા દવા પી લીઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.