HomeMorbiહળવદમાં જુગારધામ પર પોલીસનો દરોડો: કિડી ગામની વાડીમાંથી 6 જુગારીઓ ઝડપાયા, રૂ....
હળવદમાં જુગારધામ પર પોલીસનો દરોડો: કિડી ગામની વાડીમાંથી 6 જુગારીઓ ઝડપાયા, રૂ. 56,600 કબજે
હળવદ પોલીસે બાતમીના આધારે કિડી ગામની સીમમાં આવેલી વાડી પર દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 56,600 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કિડી ગામે આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ જુગાર અંગે રેઈડ કરી જુગાર રમતા કુલ આરોપી -૬ રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, લખનસિંહ બટુકસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, રમેશભાઈ બચુભાઈ મહાલીયા રહે ગામ ખોડ તા.હળવદ, રાણાભાઈ વિરમભાઈ ઉઘરેજા રહે ગામ કીડી તા.હળવદ, દશરથસિંહ મનહરસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયા રહે ગામ કીડી તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૬,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.