HomeMorbiટંકારામાં ચેઈન સ્નેચરોનો આતંક: વેપારીની પત્નીના ગળામાંથી રૂ. 63 હજારની સોનાની ચેઈન...
ટંકારામાં ચેઈન સ્નેચરોનો આતંક: વેપારીની પત્નીના ગળામાંથી રૂ. 63 હજારની સોનાની ચેઈન આંચકી પલાયન
ટંકારામાં જાહેર માર્ગ પર ફરી એકવાર ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. દયાનંદ હોસ્પિટલ નજીક બાઇક પર આવેલા બે શખ્સોએ વેપારીની પત્નીના ગળામાંથી આશરે રૂ. 63 હજારની સોનાની ચેઈન આંચકી ફરાર થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના વતની અને હાલ ટંકારામા લક્ષ્મી નારાયણ શેરી નં -૦૫ રહેતા અને વેપાર કરતાં ૪૧ વર્ષીય જયેશભાઈ અવચરભાઈ વાધરીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્નિના ગળામા રહેલ સોનાનો ચેઇન આશરે એક તોલાનો આશરે કિ રૂ- ૬૩,૯૦૦/-વાળો આરોપીઓ ડબલ સવારી મોટર સાયકલ પર આવેલ કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્રારા પાછળ બેસેલ ઇસમે ફરીના પત્નિના ગળામા રહેલ સોનાનો ચેઇન આંચકીને લઇને નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.