HomeMorbiવાંકાનેરના વાલાસણ-કોટડા નાયાણી રોડ પરથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો; 8.10 લાખનો મુદ્દામાલ...
વાંકાનેરના વાલાસણ-કોટડા નાયાણી રોડ પરથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો; 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના વાલાસણ-કોટડા નાયાણી રોડ પર મોરબી એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂથી ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી હતી. જોકે કારચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ રૂ. 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ કામગીરી માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ સ્કોડ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ના.રા.માં હતા તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, એક સફેદ કલરની ક્રેટાકાર રજી.નં. GJ0-1RY 9981 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી નીકળી વાલાસણ તરફ જનાર છે તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોરવ્હીલ કારની વોચમાં વાલાસણ ગામ નજીક રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ક્રેટાકાર નિકળતા તેને રોકવા ઇસારો કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી નહિ રાખી વધુ સ્પીડથી ચલાવી કોટડા-નાયાણી ગામ તરફ ભાગવા લાગતા વોચમાં રહેલ પોલીસ સ્ટાફ સરકારી વાહન સાથે તેની પાછળ ફીલ્મીઢબે પીછો કરતા આ કારનો ચાલક મુદામાલ ઇંગ્લીશદારૂ ભરેલ કાર કોટડા નાયાણી રોડ ઉપર આવેલ નદીના પટ્ટમાં કાર રેઢી મુકી રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી ભાગી ગયેલ જેથી પોલીસ સ્ટાફન દ્વારા આ કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૩૬ કિ.રૂ. ૩,૧૦,૪૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮,૧૦,૪૨૦/-નો મુદામાલ કબજે કરી કારના ચાલક તથા ઇંગ્લીશદારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.