HomeMorbiવાંકાનેરમાં દારૂના કાળા કારોબાર પર પોલીસનો પ્રહાર: ગુંદાખડાની વાડીમાંથી 531 પેટી ઇંગ્લિશ...
વાંકાનેરમાં દારૂના કાળા કારોબાર પર પોલીસનો પ્રહાર: ગુંદાખડાની વાડીમાંથી 531 પેટી ઇંગ્લિશ દારૂ-બીયર જપ્ત, બે ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી કરોડોના દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ અને બીયરની કુલ 531 પેટી, 14,796 બોટલો મળી આવી હતી. અંદાજે રૂ. 29.47 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ વધુ સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે ‘ગુંદાખડા ગામના સીમમા નાથાભાઇ હરજીભાઇ વાજા પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમા આવેલ રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે સગેવગે કરવાની પેરવીમા હોય જે બાતમીના આધારે દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપીઓ નાથાભાઈ હરજીભાઈ વાજા રહે ગુંદાખડા ગામના પાધરની સીમમા આવેલ વાડીમાં તા.વાંકાનેર તથા અશ્વીનભાઇ નાથાભાઇ વાજા રહે.ગુંદાખડા ગામના પાધરની સીમમા આવેલ વાડીમાં તા.વાંકાનેરવાળા હાજર મળી આવેલ હોય અને આરોપીઓ પાસેથી કુલ દારૂ-બીયરની પેટી-૫૩૧ બોટલ નંગ-૧૪૭૯૬ કિ.રૂ. ૨૯, ૪૭,૫૬૪ નો મુદ્દામાલ રહેણાંક મકાનમાંથી મળી આવતા કબ્જે કરી અટક કરેલ આરોપીઓ તેમજ દારૂનો જથ્થો મોકલનાર પકડવાના બાકી આરોપી ટકો રહે રાજસ્થાન તથા આરોપી જિતેશભાઇ ભિમાભાઇ રંગપરા રહે થાન તા.થાન જી.સુરેન્દ્રનગર વાળા તથા તપાસમા ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.