HomeMorbiમોરબીમાં જુગાર પર પોલીસનો દરોડો: વાવડી નજીક ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ...
મોરબીમાં જુગાર પર પોલીસનો દરોડો: વાવડી નજીક ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ ઝડપાયા
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વાવડી ગામ નજીક જેક્સવિલા સોસાયટીમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રૂ. 12,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી ગામ નજીક જેક્સવિલા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓ પર રેડ કરતા રોકડ રૂપિયા ૧૨૭૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી, ક્રિષ્નાભાઈ બલદાવ શુક્લા, રહે બંને રંગપર પારકોસ કંપનીમાં મોરબી તથા સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી રહે. વાધરવા તા. માળીયા, મેરૂબેન સલીમભાઈ પંજવાણી રહે. સામાકાંઠે આનંદનગર સોસાયટી મોરબી, સરોજબેન રાજેશભાઈ પરમાર રહે. ગામ મોરબીવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.