HomeMorbiજાંબુડિયા પાસે માર્બલ ફેક્ટરીમાં તસ્કરોનો તરખાટ, લાઈવ કેબલ કાપી રૂ. 40 હજારનો...
જાંબુડિયા પાસે માર્બલ ફેક્ટરીમાં તસ્કરોનો તરખાટ, લાઈવ કેબલ કાપી રૂ. 40 હજારનો માલ ઉઠાવી ફરાર
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલા માર્બલ કટીંગના કારખાનામાં રાત્રિના સમયે બે અજાણ્યા તસ્કરોએ દીવાલ ટપી પ્રવેશ કરી ચાલુ ઇલેક્ટ્રિક લાઈનનો અંદાજે રૂ. 40 હજારનો કેબલ વાયર કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ એસ.પી. રોડ પર આવેલા ફ્લોરા-૫૭માં રહેતા અને જાંબુડિયા ગામની સીમમાં ‘રોલેક્સ સ્પે ડાયલ’ નામની ભાગીદારી પેઢીમાં માર્બલ કટીંગનું કારખાનું ધરાવતા અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની ભાગીદારી પેઢીના રોલેક્સ સ્પે ડાયલ નામના મારબલના કારખાનામાં મોડી રાતના સમયે કોઈ અજાણ્યા બે ઇસમો ચોરી કરવાના ઇરાદે કારખાનાની દિવાલ ટપી ગુપ્ત પ્રવેશ કરી કારખાનામાં ગોડાઉનની બહાર ચાલુ ઇલેકટ્રીક લાઇનના લગાવેલ ૧૦ એમ.એમ.ના કેલબ વાયર અંદાજે ૮૦ મીટર જેની કી.રૂ. ૪૦૦૦૦/- ગણી શકાય જે તોડી કાપી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.