HomeMorbiવજેપરમાં પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી 21 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો,...

વજેપરમાં પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી 21 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બે સપ્લાયરના નામ ખુલ્યા 

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 21 બોટલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન દારૂ સપ્લાય કરનાર અને લાવનાર અન્ય બે શખ્સોના નામ સામે આવતા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા વજેપર શેરી નં.-૨૩ ચબુતરા પાસે આવેલા પશ્ચિમ બારના પતરાવાળા મકાનમાં રેડ કરતાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૧ કિંમત રૂપિયા -૨૫૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી હિતેશભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. ૪૬) રહે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો ગિરિશભાઈ હિતેશભાઈ રાણેવાડિયા તથા અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર રહે. બંને મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular