HomeMorbiઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ કોમેન્ટનો પડઘો: "રેલી કાઢો, ચક્કાજામ કરો, પથ્થર મારો" લખનાર...

ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ કોમેન્ટનો પડઘો: “રેલી કાઢો, ચક્કાજામ કરો, પથ્થર મારો” લખનાર માળિયાના યુવક સામે FIR

કંડલાની કાર્યવાહીના વીડિયો પર સોશિયલ મીડિયા મારફતે ઉશ્કેરણીજનક કોમેન્ટ કરી સામાજિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવાના આરોપસર માળિયા મિયાણાના રોહીશાળા ગામના એક શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ હેડ કોન્સેટેબલ વાસુદેવભાઈ નારાયણભાઈ સોનગ્રા દ્વારા આરોપી ઇમરાનશા અબ્બાસશા શાહમદાર રહે. રોહીશાળા, તા. માળિયા મિયાણાવાળા માળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી અકાઉન્ટ “ImranSha483 વાળામાથી ઈબ્રાહીમ હાલેપોત્રા(ઉપપ્રમુખ અખીલ કચ્છ સુની મુસ્લીમ હીત રક્ષક) વાળાએ પોતાના ઈન્ટાગ્રામ આઈ.ડી અકાઉન્ટ Ibrahim_halepotra” વાળા મા પુર્વ કચ્છ(ગાંધીધામ) જીલ્લાના કંડલા ખાતે મસ્જદનું દબાણ દુર કરેલ જે સ્થળની મુલાકતનો વિડીયો ગઈ તા.૦૧/૦૭/ ૨૦૨૬ના રોજ પોસ્ટ કરેલ હોય તેની કોમેન્ટમા આરોપીએ “રેલી કાઢો બધુ ચક્કા જામ ક” અને “પથ્થર મારો ક” તેવી કોમેન્ટ કરી સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્ટાગ્રામ એપ્લીકેશનમા લોકો વાંચે જોઇ શકે તેમ જાહેર કરેલ જેના કારણે અન્ય જાહેર જનતા વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય વિખવાદ થાય જેના કારણે લોકોમા ભય પેદા થાય તેવી સંભાવના હોય તેમજ રાજયની શાંતી વિરૂધ્ધ કોઈને ગુન્હો કરવા પ્રેરીત થાય તેવી કોમેન્ટ કરી હોવાની ફરીયાદ નોંધાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular