HomeMorbiમોબાઈલ ચોરીની શંકા બની લોહિયાળ ઝઘડાનું કારણ! દેવળીયામાં બે ભાઈઓ સહિત ચાર...

મોબાઈલ ચોરીની શંકા બની લોહિયાળ ઝઘડાનું કારણ! દેવળીયામાં બે ભાઈઓ સહિત ચાર પર જીવલેણ હુમલો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં મોબાઈલ ચોરીની શંકાને લઈને જૂની અદાવત લોહિયાળ હુમલામાં ફેરવાઈ હતી. ચાર શખ્સોએ લોખંડના પાઈપ, લાકડી અને છરી જેવા હથિયારો સાથે બે ભાઈઓ સહિત ચાર યુવકો પર તૂટી પડી ગંભીર ઈજાઓ પહોંચાડતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના નવા દેવળીયા ગામે રહેતા 23 વર્ષીય મેહુલભાઈ દેવશીભાઈ વડેચાએ આરોપી ફિરોજ ઇશાભાઈ મિયાણા, વિરલ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર, એક અજાણ્યા શખ્સ રહે. બધા નવા દેવળીયા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદિના ભાઈ રાહુલભાઈ સાથે મોબાઇલ ચોરવા બાબતે આરોપી ફિરોજ તથા વિરલએ બોલાચાલી ઝઘડો કરેલ હોય જે અંગેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના ઘર પાસે જઈ ફરિયાદી તથા સાથીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ઝઘડો કરી આરોપી ફિરોજએ લાકડાના ધોકાથી ફરિયાદીને માથામાં ઈજા કરી તથા આરોપી યુવરાજએ છરીથી સાથી વિપુલભાઈને પડખામાં એક ઘા મારી ઈજા કરી તથા બધા આરોપીઓએ ભેગા મળી પોતાની પાસે રહેલ છરી તથા લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ થી ફરીયાદિ તથા સાથીઓને આડેધડ માર મારી સાથી કામલેશભાઈને મોઢાના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular