HomeMorbiમોરબીમાં 10 મહિનાથી ફરાર ત્રિપલ મર્ડરનો આજીવન કેદી ઝડપાયો, ફર્લો રજા બાદ...
મોરબીમાં 10 મહિનાથી ફરાર ત્રિપલ મર્ડરનો આજીવન કેદી ઝડપાયો, ફર્લો રજા બાદ જેલમાં હાજર ન થતા પોલીસના હાથે ચઢ્યો
મોરબી પોલીસના કોમ્બિંગ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. ફર્લો રજા પૂર્ણ થયા બાદ છેલ્લા 10 મહિનાથી જેલમાં હાજર ન થઈ ફરાર રહેલા ત્રિપલ મર્ડરના આજીવન કેદી ભરતભાઈ ડાભીને તેના રહેણાંક મકાનેથી ઝડપી રાજકોટ જિલ્લા જેલને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ કોમ્બીગ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન સ્ટેશનના પો.સબ.ઇન્સને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રિપલ મર્ડરના આરોપીને આજીવન કેદીની સજા થયેલ હતી.જે પૈકી આરોપી ભરતભાઇ નારણભાઇ ડાભી રહે.મોરબી કેનાલ રોડ બોરીયા જકશીની વાડી લાડલી પાર્ટીપ્લોટ ની સામે વાળા ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા દિન-૧૪ ની ફર્લો રજા મંજુર થયેલ હતા અને તા.૨૮/૧૦/૨૦૨૫ ના રોજ ફર્લો રજા પુરી થઇ જવા છતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહી થઇ જમ્પ કરેલ હોય જેથી છેલ્લા દસમાથી પેરોલ જમ્પ ઉપર નાસતા ફરતા આરોપીને તેમના રહેણાંક મકાનેથી પકડી પાડી રાજકોટ જીલ્લા ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.