HomeMorbiમોરબીના કબીર ટેકરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયાં 

મોરબીના કબીર ટેકરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયાં 

મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,200નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં -03મા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો રવિભાઈ રમેશભાઈ અગે ચણીયા, હાજીભાઈ મુસાભાઈ ખુરેશી, જુનેદભાઈ ખુરેશી, રવીભાઈ ડોડિયા રહે. બધા રહે. કબીર ટેકરી વિસ્તારમાં મોરબીવાળાને રોકડ રૂપિયા 3200 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular