HomeMorbiમોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના: ગાય સાથે અપ્રાકૃતિક કૃત્યનો પ્રયાસ, આરોપી સામે...

મોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના: ગાય સાથે અપ્રાકૃતિક કૃત્યનો પ્રયાસ, આરોપી સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ નજીક ગાય સાથે અપ્રાકૃતિક અને અશ્લીલ કૃત્ય કરવાનો પ્રયાસ કરાયાની ઘટનાએ ભારે રોષ ફેલાવ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયાએ આરોપી કૈલાસ દોલારામ ગામેતી રહે. રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી ઉંચી માંડલ ગામ પાસે આવેલ બાપા સિતારામ હોટલ પાસે ગાયનું પુછડુ પકડીને મરડી ખેચી રાખી ગાયને પીડા થાય તેવી રીતે બાજુમાં ઉંચા ઓટલા પાસે લઈ જઈને ઓટલા ઉપર ચડીને જાહેરમાં ગાય સાથે સંભોગ કરવાની કોશીષ કરી જાહેરમાં અશ્લીલ કૃત્ય કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular