HomeMorbiમોરબીમાં બાળ મજૂરીનો પર્દાફાશ, ટાસ્ક ફોર્સની રેડમાં ૧૨ વર્ષનો માસૂમ બાળ શ્રમિક...

મોરબીમાં બાળ મજૂરીનો પર્દાફાશ, ટાસ્ક ફોર્સની રેડમાં ૧૨ વર્ષનો માસૂમ બાળ શ્રમિક મુક્ત

ચાઇલ્ડ હેલ્પલાઇનને મળેલી ફરિયાદ બાદ સંયુક્ત ટીમે મોરબીની એક સંસ્થામાં દરોડો પાડી બાળ મજૂરીનો ભાંડો ફોડ્યો. ૧૨ વર્ષના બાળકને જોખમી કામમાંથી મુક્ત કરાવી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીના માધાપર-અંબિકા રોડ પર આવેલી ‘મોરબી નાઈફ વર્ક્સ’ નામની સંસ્થામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને મળેલી લેખિત ફરિયાદના આધારે જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, શ્રમ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ૧૭ જુલાઈના રોજ સવારે આકસ્મિક રેડ કરી હતી.

તપાસ દરમિયાન અંદાજે ૧૨ વર્ષનો બાળક હેલ્પર તરીકે જોખમી કામ કરતો મળી આવ્યો હતો. શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બાળકે પોતાનું નામ બાવાજી અમન ટપુભાઈ હોવાનું જણાવ્યું હતું. બાળકને તાત્કાલિક મુક્ત કરાવી કાળજી અને રક્ષણ માટે સંબંધિત તંત્રને સોંપવામાં આવ્યો હતો.

આ બનાવમાં ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે મજૂરી કરાવવા બદલ પેઢીના ભાગીદાર રઘુવીરસિંહ નવિનચંદ્ર (ઉં.વ. ૪૪) સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) એક્ટની કલમ ૩ અને ૧૪ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular