HomeMorbiમોરબીમાં ગેરકાયદેસર જુગાર-દારૂનો વિરોધ કરવો પડ્યો ભારે! નિવૃત્ત ASI અને પુત્ર પર...

મોરબીમાં ગેરકાયદેસર જુગાર-દારૂનો વિરોધ કરવો પડ્યો ભારે! નિવૃત્ત ASI અને પુત્ર પર લોખંડની પાઇપથી હુમલો

મોરબીમાં ગેરકાયદેસર જુગાર અને દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરવો એક નિવૃત્ત પોલીસ અધિકારીને ભારે પડ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાવડી રોડની મીરા પાર્ક સોસાયટીમાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને મારામારી કરીને હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ તે જ વિસ્તારમાં રહેતા આરોપી રૂત્વિક ધિરૂભાઈ બાવાજી, સુલતાન સિહં, મહેન્દ્રસિંહ રાણ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દીકરા પોતાની શેરીના ચોકમા આરોપીઓને જુગાર તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતી કરવાની ના પડતા આરોપીઓ એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિના દીકરાને લોખંડના પાઈપ વડે મારા મારવા જાતા ફરીયાદી વચ્ચે છોડાવવા જતા ફરીયાદીને ડાબા હાથે લોખંડના પાઇપ નો એક ઘા મારી તથા ફરીયાદિ તથા સાથી કુલદીપસિંહ ને ઢીકા પટુ નો મુઢમાર મારી તેમજ ફરીયાદીન તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular