HomeMorbiનેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર હુમલો, પિતા-પુત્રો સામે પોલીસ ફરિયાદ
નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર હુમલો, પિતા-પુત્રો સામે પોલીસ ફરિયાદ
ટંકારા તાલુકાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવાના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા ત્રણ શખ્સોએ યુવાન અને તેના સાથી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ રાજકોટ રહેતા ૪૨ વર્ષીય સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ આરોપી રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા તથા હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે. બધા નેકનામ ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી તથા સાથીઓનો વડીલો પાર્જીત પ્લોટમા તેમના ગામમા આવેલ હોય તે પ્લોટમા ફરીયાદી તથા સાથી દિવાલ બનાવતા હોય તે દરમ્યાન આરોપીઓ એક સંપ કરી આવી ફરીયાદી તથા સાથીનુ દિવાલનુ કામ ચાલતુ હોય તે બંધ કરાવી ફરીયાદી તથા સાથી સાથે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.