HomeMorbiટંકારામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર ત્રાટકી બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચ, રૂ. 44.76 લાખના...
ટંકારામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર ત્રાટકી બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચ, રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓ ઝડપાયા
ટંકારાના ધુનડા (સ.) ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ભુજ બોર્ડર રેન્જ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી 9 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બે કાર સહિત કુલ રૂ. 44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ બોર્ડર રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ -૨ સરહદી ભુજની ટીમનાઓ મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ફરતા ફરતા ધુનડા(સ) સજનપર રોડ પર આવેલ ખાનગી રાહે બાતમી મળેલ કે દેવશંકર હિંમતલાલ સીતાણીનાઓ પોતાના અંગત ફાયદા માટે ઓમ વિલા બંગલા નં-એ-૩ માં જુગારનો અખાડો ચલાવતા હોય અને હાલે પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ૦૯ ઈસમો હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (ઉવ.૩૬) રહે ચરાવડા દેવડીયા રોડ તા.હળવદ, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (ઉવ.૩૭) રહે.પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (ઉવ.૩૦) રહે.કુબેરનગર-૨, ત્રીલોકધામ નવલખી રોડ મોરબી, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (ઉવ.૪૮) રહે.વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ઉવ.૫૬) રહે. ગંજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી ઉવ.૪૦ રહે. નેસડાસુરજી તા.ટંકારા, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી (ઉવ.૩૩) રહે.શકિત સોસાયટી ફેલ્ટ નં-૩૦૧ મોરબી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (ઉવ.૪૨) રહે.ન્યુ ચંન્દ્રેશસોસાયટી શેરીનં-૩ મુન નગર મોરબી, દેવશંકર હિમંતલાલ શિતાણી (ઉવ.૪૯) રહે.રાજનગર પંચાસર રોડ મોરબીવાળાને રોકડા રૂ.૨૪,૩૦,૮૦૦, તથા મોબાઇલ ફોન નંગ-૦૯ કિ.રૂ .૪૬૦૦૦ તથા ફોરવ્હીલ વાહન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૪,૭૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.