HomeMorbiમોરબીમાં દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ. 41 હજારથી વધુનો વિદેશી દારૂ...

મોરબીમાં દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ. 41 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત, એક ઝડપાયો-એક ફરાર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે એસ.પી. રોડ અને લીલાપર કેનાલ રોડ વિસ્તારમાં દરોડા પાડી રૂ. 41 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સાગરીત ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસે એસ.પી. રોડના ખૂણા પાસે દરોડો પાડી રણજીતભાઈ નારણભાઈ સંધાર ઉં.વ. ૨૭, રહે. ખડીયાવાસ, જેલ રોડ, મોરબીવાળાને અટકાવી તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી ‘બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ ની ૭૫૦ એમ.એલ.ની સીલપેક બોટલ કિંમત રૂ. ૧,૭૭૭/-વાળી મળી આવી હતી.જ્યારે ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે અને તેના સાથીદાર અરવિંદ દાદુભાઈ ભાટી (રહે. વજેપર શેરી નં. ૪, મોરબી) એ મોરબી લીલાપર કેનાલ રોડ પર સુદર્શન સોસાયટીની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં, દર્શના ટેઇલર્સની ઉપરના માળે આવેલી લોખંડના શટરવાળી દુકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે. જે દુકાનની પોલીસે તલાશી લેતા દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ તથા અલગ અલગ ચપલા નંગ -૧૦૯ કિંમત રૂપિયા ૪૧૦૫૨ નો મુદામાલ જપ્ત કરી સ્થળ પર આરોપી ન મળી આવતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular