HomeMorbiમોરબીમાં સગર્ભા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ: સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધી

મોરબીમાં સગર્ભા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ: સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધી

મોરબી તાલુકાના પીપળી ગામે સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી સગર્ભા પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને પગલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ૨૬ વર્ષીય હિનાબેન પ્રદિપભાઇ ડાભી એ આરોપી પ્રદિપભાઈ ગાંડાભાઈ ડાભી, દેવુબેન ગાંડાભાઈ ડાભી, ગાંડાભાઈ ડાભી, હેમુબેન કલ્પેશભાઈ ડાભી, મીનાબેન સંદિપભાઈ રહે બધાં પીપળી ગામ તા.મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીને તેમના પતિ પ્રદિપભાઈ તથા સાસુ દેવુબેન તથા સસરા ગાંડાભાઇ તથા જેઠાણી હેમુબેન તથા નણંદ મીનાબેનએ અવાર નવાર કામ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી તેમજ માનસિક ત્રાસ આપી તેમજ આરોપી પ્રદિપભાઇને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતે ફરીયાદીને તુ અમને જોઇતી નથી તને રાખવી નથી તેમ બોલી માનસિક ત્રાસ આપી તેમજ આરોપી પ્રદિપભાઇએ ફરીયાદીને આ કારણોસર એક ઝાપટ મારી ધક્કો મારી કાઢી મુકતા ફરીયાદીને લાગી આવતા પોતાની મેળે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી આ તમામ આરોપોઓ વિરુદ્ધ ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular