HomeMorbiમોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે તીનપત્તી પર પોલીસનો દરોડો, જાહેરમાં જુગાર રમતા...
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે તીનપત્તી પર પોલીસનો દરોડો, જાહેરમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સોને રોકડ રૂ. 4,450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો ઉસ્માનભાઈ બાદનમીયા કાદરી રહે-મોચી શેરી બાજુમા ઢાલગરા શેરી મોરબી, કાસમભાઈ બશીરભાઈ ભટ્ટી રહે. જુના બસ્ટેશન પાસે ગેબનસાપીરની શેરીમા મોરબી, એજાજભાઇ સિદીકભાઇ કાસમાણી રહે. રહે-નહેરૂ ગેઇટ પખાલી શેરી મોરબી, બીલાલભાઇ ઉર્ફે આસીફભાઇ યુસુફભાઈ કચ્છિ રહે. રહે-સિપાઇ વાસ મોરબી, મુનાફભાઈ રહીમભાઈ જુનાણી રહે. રહે-સિપાઇ વાસ મોરબી, મોશીનભાઈ રહીમભાઇ દલ રહે. રહે-મહેન્દ્રપરા આસ્વાદ પાન વાળી શેરી મોરબી, હૈદરભાઈ ઉર્ફે અકરમભાઈ હુશેનભાઇ ભટ્ટી રહે. માધાપર શેરી નં-૧૭ મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૪૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.