HomeMorbiશનાળા રોડ પર દારૂનો અડ્ડો ઝડપાયો: ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી મહિલા સહિત...

શનાળા રોડ પર દારૂનો અડ્ડો ઝડપાયો: ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી મહિલા સહિત વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનાળા રોડ પર આવેલા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરોડો પાડી વિદેશી દારૂની 10 બોટલ સાથે એક મહિલાને ઝડપી પાડી છે. જ્યારે તેનો પતિ ફરાર હોવાનું સામે આવતા પોલીસે તેને શોધવા કાર્યવાહી તેજ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાં રેડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૧૦ કિંમત રૂપિયા ૩૬૮૦૦ ના મુદામાલ સાથે મહિલા આરોપી કાજલબેન ધર્મેન્દ્રભાઇ દેવાયતકાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ આરોપીના પતિ ધર્મેન્દ્રભાઇ રોહિતભાઈ દેવાયતકાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular