HomeMorbiમાળિયામાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: "ફરી ખેતરમાં આવ્યા તો ફાયરિંગ કરી...
માળિયામાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: “ફરી ખેતરમાં આવ્યા તો ફાયરિંગ કરી દઈશું”ની ધમકી
માળિયા મિયાણાના ખીરઈ ગામે જમીન વિવાદને લઈને ખેડૂત પરિવારને ખેતરમાં ખેડાણ કરતી વખતે અટકાવી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૫ વર્ષીય પરેશભાઇ લખમણભાઇ ભોરણીયાએ આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર તથા રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી રહે. ખીર તા. માળિયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી પોતાના માલીકીની જમીન ખેડતા હોય ત્યારે આરોપી ઇકબાલ હાજીભાઈ મોવર તથા રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ આવી તેઓને ખેતર ખેડતા રોકી આરોપીઓએ ફરીયાદિને આ ખેતર અમારૂ છે તેમ કહી ગાળો આપી ભડાકા કરવાની તથા ફાયરીંગ કરવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપીઓએ ફરીયાદિને ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.