HomeMorbiમોરબી પોલીસની કાર્યવાહી: રોડ રોલર ફેરવી રૂ. 4.25 કરોડના વિદેશી દારૂનો કર્યો...

મોરબી પોલીસની કાર્યવાહી: રોડ રોલર ફેરવી રૂ. 4.25 કરોડના વિદેશી દારૂનો કર્યો નાશ

પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા 90,953 વિદેશી દારૂની બોટલોનો કોર્ટની મંજૂરી બાદ મોરબી પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરી કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલિસ સ્ટેશન તથા ટંકારા પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્રારા પોલીસ સ્ટેશનમાં ગુન્હામા જપ્ત કરેલ વિદેશી દારૂ નાશ અંગે નામદાર કોર્ટ તરફથી નાશ અંગે મંજુરી મેળવી આજે જાંબુડીયા વીડી ખાતે એસ.ડી.એમ. ડી.વાય.એસ.પી., નશાબંધી અધિ., પી.આઇ. ઓની હાજરીમાં સરકારી પંચો સાથે વિડીયોગ્રાફી કરી રોડ રોલર ફેરવી વિદેશી દારૂની બોટલ નંગ-૯૦,૯૫૩ કી.રૂ. ૪,૨૫,૦૫,૫૩૮/- ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular