HomeMorbiહળવદમાં દારૂના અડ્ડા પર ત્રાટકી LCB-પેરોલ સ્ક્વોડ: કડીયાણાની વાડીમાંથી વિદેશી દારૂ સાથે...

હળવદમાં દારૂના અડ્ડા પર ત્રાટકી LCB-પેરોલ સ્ક્વોડ: કડીયાણાની વાડીમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક આવેલી વાડીમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા પર મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ અને LCBએ દરોડો પાડી રૂ. 23,577ના વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, કડીયાણાથી પાંડાતીર્થ જવાના રસ્તે આવેલી લાલજીભાઈ કાનજીભાઈ કોળી (ઉં.વ. ૨૦) રહે. કડીયાણાની વાડીની ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૧ કિંમત રૂપિયા ૨૩,૫૭૭ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular