HomeMorbiમોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની 67 પેઢીઓમાં...
મોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની 67 પેઢીઓમાં નિરીક્ષણ કર્યું
મોરબી મહાનગર પાલિકા ની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણ ની 67 પેઢીઓ માં નિરીક્ષણ કર્યું જેમાં નવલખી રોડ, શક્તિચોક , વાવડી રોડ અને મોરબી વાંકાનેર હાઇવે પર ખાદ્ય પદાર્થ ની તપાસ ની કામગીરી કરેલ જે અન્વયે નીચે મુજબ ની પેઢી માં તપાસ દરમિયાન બેદરકારી ધરાવનાર વેપારિયો ને નોટિસ પાઠવી અને નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
1= નવલખી રોડ પર આવેલ પશુપતિ નાથ ચાઈનીજ માંથી આસરે 3 KG વાસી નૂડલ્સ, ફૂડ કલર,5 KG મંચુરિયન અને 2 KGવાસી ભાત અને 10kg ફુગ વાડા કોબીજ નો નાશ કરવામાં આવ્યો તથા જગ્યા પર અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ હોવા થી પેઢી ને green notice ફટકારી છે.
2= જેલ રોડ પર આવેલ ભગવતી ફરસાણ માંથી 3 પેકેટ વાસી રસગુલ્લા નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
3= વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડ માંથી આસરે 4kg જેટલા મંચુરિયન ,2 kg જેટલા વાસી ભાત અને 1 KG જેટલો વાસી લોટ ,ફૂગ વાડી બ્રેડ અને 1 KG જેટલી ગ્રેવી નો સ્થળ પર નાશ કરવામાં આવેલ
આ સાથે ફૂડશાખા ની ટીમ દ્વારા અખાદ્ય ખોરાક નો આસરે ટોટલ 28 KG જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. અને જે પણ પેઢીઓ માં ફૂડ લાઈસન્સ ન હોય અને અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ તે તમામ પેઢીઓ ને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી. અને ભવિષ્ય માં આ કાર્યવાહી વધુ કડક બનશે તે અંગે વેપારિયો ને તાકીદ કરવામાં આવે છે.