HomeMorbiમોરબીના વૈભવ હાઇટ્સમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચનો દરોડો: 6 જુગારીઓ રૂ. 1.18...
મોરબીના વૈભવ હાઇટ્સમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચનો દરોડો: 6 જુગારીઓ રૂ. 1.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબીના ઉમા ટાઉનશીપ સ્થિત વૈભવ હાઇટ્સના રહેણાંક ફ્લેટમાં ચાલતા તીન પત્તીના જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ અને પેરોલ સ્ક્વોડે દરોડો પાડી 6 આરોપીઓને રોકડા સહિત રૂ. 1,18,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, અમીતભાઇ મનુભાઇ પટેલ રહે. મોરબી ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર સી,નં-૨૦૪ મોરબી-૨, વાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૬ વ્યક્તિ અમીતભાઇ મનુભાઇ ઠોરીયા રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી, મોરબી, પરેશભાઇ દયાળજીભાઇ પારેખ રહે.ગ્રીનચોક, પારેખશેરી,રમેશભાઇ સામજીભાઇ જીવાણી રહે.રસનાળગામ તા.જોડીયા જી.જામનગર, હાર્દીકભાઇ પ્રાણજીવનભાઈ ગોરીયા રહે.શનાળાગામ જ્ઞાનવિહાર સ્કુલની બાજુમાં તા.જી.મોરબી, જીતેશભાઇ નાથાભાઇ ઝાલા રહે.મોરબી બાયપાસરોડ, ૨૫-વારીયા પ્લોટ મોરબી, દિલીપભાઇ રતનભાઇ સંગાડા રહે. સામાકાંઠે શ્રીમદસોસાયટી મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૧૮,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૬ આરોપીઓને પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.