HomeMorbiસંબંધો શરમાયા! વાંકાનેરના ઢુવા ગામે દિયરે જ ભાભીના ઘરમાં તાળું તોડી રૂ....

સંબંધો શરમાયા! વાંકાનેરના ઢુવા ગામે દિયરે જ ભાભીના ઘરમાં તાળું તોડી રૂ. 70 હજારના પિત્તળના વાસણો ચોર્યા

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિશ્વાસને ઠેસ પહોંચાડતો બનાવ સામે આવ્યો છે. પોતાના જ દિયરે ભાભીના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રૂ. 70 હજારના પિત્તળના કિંમતી વાસણોની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હાલ અમદાવાદ શહેરમાં રહેતા અને મુળ વાંકાનેર તાલુકાના ઢુવા ગામના વતની મીનાબેન હદાભાઈ સાગઠીયાએ આરોપી દિલિપભાઈ પાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા ગામવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે કોઇપણ સમયે ફરીયાદીનો દિયર દિપકભાઇ પાલાભાઇ સાગઠીયા મારી સાસરી ગામ ઢુવા જી મોરબી નાનો મારા મકાનનુ લોક તોડી તેમા ગેરકાયદેસર પ્રવેશ કરી મારા તાબા પિત્તરના વાસણો જેની કુલ્લે રૂ.૭૦,૦૦૦/ મત્તાના ગણી શકાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular