HomeMorbiમોરબીના જીકીયારી નજીક ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

મોરબીના જીકીયારી નજીક ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને પ્રવર્તમાન ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ઘોડાધ્રોઈ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લઈને જળાશયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ સ્થળ પરના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડેમની જળસપાટી, સુરક્ષા વ્યવસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. વધુમાં, કટોકટીના સમયે સ્થાનિક નાગરિકોના સલામત સ્થળાંતર માટે જીકીયારી ગામ નજીક આવેલા આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) ની વિગતો મેળવી પૂર્વતૈયારીઓ અંગે તાગ મેળવ્યો હતો અને તમામને સતર્ક રહી સંકલનમાં કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular