HomeMorbiરહેણાંક ફ્લેટ બન્યો જુગારનો અડ્ડો! મોરબી LCBની રેડમાં રૂ. 1.18 લાખ સાથે...
રહેણાંક ફ્લેટ બન્યો જુગારનો અડ્ડો! મોરબી LCBની રેડમાં રૂ. 1.18 લાખ સાથે 6 શખ્સ પકડાયા
મોરબીના ઉમાટાઉનશીપ સ્થિત વૈભવ હાઇટ્સમાં રહેણાંક ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામનો LCBએ પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 6 જુગારીઓને ઝડપી પાડી રોકડ રૂ. 1,18,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વૈભવ હાઇટ્સ, ટાવર-સી ના બીજા માળે મકાન નંબર ૨૦૪ માં રહેતો અમીત મનુભાઇ ઠોરીયા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પૂરા પાડી પોતાના અંગત ફાયદા માટે ‘નાલ’ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની LCB ની ટીમને બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ૦૬ ઈસમ અમીતભાઇ મનુભાઇ ઠોરીયા (ઉ.વ. ૪૦) રહે. વૈભવ હાઇટ્સ, મોરબી મૂળ સરધાર, રાજકોટ, મકાનમાલિક પરેશભાઇ દયાળજીભાઇ પારેખ (ઉ.વ. ૬૨) સોનીકામ, રહે. પારેખ શેરી, મોરબી, રમેશભાઇ શામજીભાઇ જીવાણી (ઉ.વ. ૫૭) ખેતી, રહે. રસનાળ, તા. જોડીયા, જી. જામનગર, હાર્દીકભાઇ પ્રાણજીવનભાઇ ગોરીયા (ઉ.વ. ૩૩) ટાઇલ્સ ટ્રેડીંગ, રહે. શક્ત શનાળા, મોરબી, દિલીપભાઇ રતનભાઇ સંગાડા (ઉ.વ. ૩૩), રહે. શ્રીમદ સોસાયટી, મોરબી / મૂળ રાબડાળ, જી. દાહોદ, જીતેશભાઇ નાથાભાઇ ઝાલા (ઉ.વ. ૩૭), રહે. કામધેનુ સોસાયટી, મોરબીવાળાને રોકડ રૂપિયા ૧,૧૮,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.