HomeMorbiમોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળની જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ; ઉત્સાહભેર...
મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળની જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ; ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ લિધો ભાગ
શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આજે રવિવારના રોજ જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 79 વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ તેમજ પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે સ્વ. મીતાંશ ડાંગરના સ્મરણાર્થે ડાંગર રાણાભાઈ જેસંગભાઈ દ્વારા સંપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. સામાન્ય જ્ઞાન કસોટીના સુપરવાઇઝર તરીકે ખીમાણીયા કરસનભાઈ તથા બોરીચા અજીતભાઈ તથા રાઠોડ વસંતભાઈ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા યોજવામા આવતા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મંત્રી મહેશભાઈ ડાંગર તેમજ અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ વિજય કાનગડ રમેશભાઈ છૈયા તથા તમામ કારોબારી મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.