HomeMorbiમોરબીમાં પરિણિતાનો ગંભીર આક્ષેપ: સાસરિયાંના ત્રાસથી એસિડ પી આપઘાતનો પ્રયાસ, પતિ સહિત...
મોરબીમાં પરિણિતાનો ગંભીર આક્ષેપ: સાસરિયાંના ત્રાસથી એસિડ પી આપઘાતનો પ્રયાસ, પતિ સહિત પાંચ સામે ગુનો
મોરબીમાં સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી પરિણિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનાને પગલે પરિણિતાના પિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા અને બે નણંદ સામે મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતા ૬૨ વર્ષય નટવરલાલ દેવશીભાઇ ચોથાણીએ આરોપી મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, અવંતીકાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા રહે. બંને રવાપર ઘુનડા શેડ એપાર્ટમેંટમાં મોરબી તથા જિજ્ઞાસાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા, જીતેન્દ્રભાઈ ઘેટીયા, રમાબેન જીતેન્દ્રભાઇ ઘેટીયા રહે. ત્રણે ટંકારા વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરી પુજબેનને તેમના પતી મંથનભાઈ તથા નણંદ અવંતીકાબેન તથા જિજ્ઞાસાબેન તથા સાસુ રમાબેન તથા સસરા જિતેન્દ્રભાઇએ અવાર નવાર કામ બાબતે તેમજ પ્રસંગમા જવા બાબતે મેણાટોણા મારી તે મજ માનસિક ત્રાસ આપી તેમજ આરોપી મંથનભાઈએ ફરીયાદીથીને તુ અમને જોઈતી નથી તેને રાખવી નથી તેમ બોલી માનસિક ત્રાસ આપી માર મારી તેમજ આરોપી અવંતિકાએ ફરીયાદીને કામ કરવા બાબતે જેમ તેમ બોલી માનસિક ત્રાસ આપી માર મારી તેમજ આરોપી જીજ્ઞાસાબેન , જીતેન્દ્રભાઈ, રમાબેનએ બોલાચાલી કરી અપમાન જનક વર્તન કરી ઝગડો કરતા લાગી આવતા ફરીયાદીના દીકરી પુજાબેનએ એસીડ પી ગયેલ ત્યારબાદ પરણિતાના પિતાએ તમામ આરોપોઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.