HomeMorbiમોરબીમાં ગ્રીન સિટી ઓફિસ પર પોલીસનો દરોડો, તીનપત્તી રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં ગ્રીન સિટી ઓફિસ પર પોલીસનો દરોડો, તીનપત્તી રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામાકાંઠે વૈભવ હોટલ નીચે આવેલી ગ્રીન સિટી ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા. પોલીસે રૂ. 33,200ના મુદ્દામાલ સાથે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ વૈભવ હોટલ નીચે ગ્રીન સિટી ઓફિસમાં રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો પરસોતમભાઈ ટપુભાઈ પરમાર રહે. રહે,સો ઓરડી રામાપીરના મંદિર પાસે મોરબી, મનસુખભાઈ દેવરાજભાઈ આદ્રોજા રહે. રહે,શ્રીમદ સોસાયટી હનુમાનજીના મંદિર પાસે મેઇન શેરી પ્લોટ નં.૬૧ મોરબી, જયેશભાઈ ગોપાજીભાઈ રાઠોડ રહે. ભડિયાદ સેડ જંગલેશ્વર મંદિરની પાછળ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૩૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular