HomeMorbiસરધારકામાં ઘેટાં-બકરાંને લઈ બબાલ: માલધારી આધેડ પર લોખંડની પાઇપથી હુમલો, પોલીસ ફરિયાદ...

સરધારકામાં ઘેટાં-બકરાંને લઈ બબાલ: માલધારી આધેડ પર લોખંડની પાઇપથી હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ઘેટાં-બકરાં સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબત ઉગ્ર બનતા માલધારી આધેડ પર લોખંડની પાઇપથી હુમલો કરાયો હોવાનો આરોપ છે. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના સરધારકા ગામે રહેતા અને માલઢોર ચરાવતા ૫૫ વર્ષીય નાથાભાઇ મૈયાભાઈ મુંધવાએ તેમના જ ગામના આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘર પાસે વાડામાં ઘેટા બકરા પુરતા હતા ત્યારે આરોપીએ ફરીયાદીને કહેલ કે તુ ઘેટા બકરા કેમ ચલાવતો નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ભંડા બોલી ગાળો આપી છાતીમાં તથા વાહા મા ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી સફેદ કલરની ગાડીમાં લોખંડનો પાઇપ લાવી એક ઘા ડાબા હાથના કાંડા પર મારેલ જેથી મુંઢ ઇજા છોલાઈ લોહી નિકળેલ તેમજ આરોપીએ જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular