HomeMorbiહળવદમાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ! કુંવારા કાકાને પરિણીત દર્શાવી બોગસ પેઢીનામું બનાવ્યાનો...
હળવદમાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ! કુંવારા કાકાને પરિણીત દર્શાવી બોગસ પેઢીનામું બનાવ્યાનો આરોપ
હળવદના કવાડીયા ગામે વર્ષો જૂના દસ્તાવેજોમાં કથિત ચેડાં કરી કરોડોની જમીન પર કબ્જો જમાવવાનો પ્રયાસ સામે આવ્યો છે. કુંવારા વ્યક્તિને પરિણીત દર્શાવી બોગસ પેઢીનામું બનાવવાના આરોપસર મહિલા સામે હળવદ પોલીસમાં ગુનો નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના કવાડીયા ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૬ વર્ષીય મશરૂભાઈ તીકુભાઈ લોદરીયાએ આરોપી તેમના જ ગામના ચંપાબેન દેવજીભાઈ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ચંપાબેને ફરીયાદીના મરણ ગયેલ કાકા અવચરભાઈ જેના લગ્ન થયેલ ન હતા તેઓના નામની કવાડીયા ગામની સર્વે નં ૨૬૫ પૈકી ૩૬ માં પોતાનુ નામ દાખલ કરવા, અવચરભાઈ તથા તેઓના વારસદારો અંગેનુ ખોટુ સૌ ગંદનામુ બનાવી,આ સૌગંદનામામાં દર્શાવેલ અવચરભાઈ તથા અન્ય વારસદારોના જીવા ગ્રામપંચાયતમાંથી ખોટા મરણ ના દાખલા કઢાવી, તલાટી, કવાડીયા સમક્ષ રજુ કરી, અવચરભાઈનો ખોટો પેઢીઆંબો બનાવી. આ જમીનમાં પોતા નુ નામ દાખલ કરી, આ જમીન પર કૃષીવીષયક ધીરાણ મેળવી અંક રુપીયા ૭,૯૦,૦૦૦/- નો બોજો કરી દિધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.