HomeMorbiરાજકોટમાંથી બાઈક ચોરી કરી ફરાર થયેલો બાબરાનો શખ્સ મોરબી એલસીબીના હાથે ઝડપાયો

રાજકોટમાંથી બાઈક ચોરી કરી ફરાર થયેલો બાબરાનો શખ્સ મોરબી એલસીબીના હાથે ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-માળીયા નેશનલ હાઈવે પર શંકાસ્પદ બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં બાઈક રાજકોટમાંથી ચોરી કર્યાનું કબૂલતાં પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી માટે સિટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ પર ફન હોટલ પાસે હનુભાઇ સુરાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) રહે.મોટા દેવળીયા બસ સ્ટેશન પાસે તા.બાબરા જી.અમરેલીવાળો ઇસમ મોટરસાયકલ ચલાવી મોરબી બાજુ આગળ નંબર પ્લેટ વગર શંકાસ્પદ રીતે આવતો જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરી ઇસમની વિશેષ પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે વીસેક દિવસ પહેલા રાજકોટમા મોરબી જકાત નાકા પાસે થી ચોરી કર્યાનું જણાવતો હોય જેથી આ બાઈક તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મો.સા. બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. બાબતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે મો.સા. ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનામાં મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ)મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડિવિ. પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.અને રાજકોટ શહેર બી ડિવી. પો.સ્ટે.ને જાણ કરવા સમજ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular