HomeMorbiમાળીયાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં
માળીયાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં
માળીયા મીયાણા વિસ્તારના ભાવપર ગામના તળાવની પાળ ઉપર બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી પાંચ ઇસમો મુસ્તાકભાઈ હાસમભાઇ સુમરા (ઉ.વ.૨૮) રહે.માણેકવાડા ગામ તા.જી.મોરબી, મશરૂભાઇ સિંધાભાઈ વેસરા (ઉ.વ.૫૦) રહે.ભાવપર ગામ તા.માળીયા મી., ચંદુભા જિલુભા જાદવ (ઉ.વ.૪૯) રહે.ભાવપર ગામ તા.માળીયા મીં, યુનુસભાઇ અબ્દુલભાઈ રાઉમા (ઉ.વ.૫૫) રહે.ભાવપર ગામ તા.માળીયા (મી) ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે ભાવપર ગામ તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૧,૩૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.