HomeMorbiગાળા ગામની વાડીમાં ધમધમતું જુગારધામ પોલીસના દરોડામાં ઝડપાયું: 9 જુગારીઓ સાથે રૂ....
ગાળા ગામની વાડીમાં ધમધમતું જુગારધામ પોલીસના દરોડામાં ઝડપાયું: 9 જુગારીઓ સાથે રૂ. 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસે રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ. 2.92 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વિનોદભાઇ બચુભાઇ કડીવાર રહે-વાધપર તા.જી.મોરબી વાળાની કબ્જો હેઠળની વાડીમાં જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમો હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા રહે-જેતપર તા.જી.મોરબી, અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા રહે-શાસ્ત્રીનગર શેરી નંબર ૦૩ રવાપર રોડ મોરબી, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતીયા રહે-જેતપર મોટી ટાંકી વાળી શેરીમાં તા.જી.મોરબી, વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા રહે-રવાપર ગામ એરીયા પાનવાળી શેરીમાં મોરબી, જયદિપભાઈ અવચરભાઈ કગથરા રહે-શુકન એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૧૦૨, ક્રિષ્ના સ્કુલ પાસે રવાપર રોડ મોરબી, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા રહે-મુળ-જુના સાદુળકા હાલ રહે. અમરનગર, તા.જી.મોરબી, ગણપતભાઈ મનહરભાઈ જાનવા રહે-જેતપર ગૌશાળા સામે, તા.જી.મોરબી, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબી, વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબીવાળાને રોકડ રૂ. ૨,૧૬,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૭૬૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૯૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા ૪,૫ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.