HomeMorbiખોવાયેલું પાકીટ પરત આપી મોરબી ટ્રાફિક પોલીસે જીત્યો વિશ્વાસ; 'પોલીસ પ્રજાનો મિત્ર'...

ખોવાયેલું પાકીટ પરત આપી મોરબી ટ્રાફિક પોલીસે જીત્યો વિશ્વાસ; ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને સાર્થક કર્યું 

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસની પ્રજામાં હકારાત્મક છાપ ઉભી થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત એચ.ડી.એફ.સી. ચોક ખાતે ફરજ બજાવતા ટી.આર.બી. જવાન સમજુબેનને એક પાકીટ મળી આવ્યું હતું. તેમણે પ્રામાણિકતા દાખવી પાકીટ તાત્કાલિક પી.એસ.આઇ. ડી.બી. ઠક્કરને સુપરત કર્યું હતું.

પાકીટમાં રહેલા દસ્તાવેજોના આધારે ડી.વી. ખરાડી, પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ મોબાઇલ ફોન દ્વારા પાકીટના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ઉમિયા સર્કલ ખાતે પાકીટના માલિકને તમામ દસ્તાવેજો સાથે તેમનું પાકીટ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું.

પાકીટ પરત મળતાં માલિકે મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને મોરબી ટ્રાફિક શાખાએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આ કામગીરીથી પોલીસની પ્રામાણિકતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો વધુ એક સકારાત્મક દાખલો સામે આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular