HomeMorbiરાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો

રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢને પથ્થરમારો થતાં ઈજા પહોંચી હતી. આ મામલે ગામના જ બે શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાન પાસે બેઠેલા અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ.૬૩) એ તેમના જ ગામના આરોપી પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા તથા ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની પિતાની દુકાનના પગથીયા પર બેઠા હતા ત્યારે બનાવ સમયે આરોપીઓ હાથમા લાકડીના ધોકા લઈ બજારમાં હાજર સાથી બાવજીભાઈ વોરાને બેફામ ગાળો બોલી બજારમા પડેલ છુટા પથ્થર હાથમા લઈ સાથીને મારવા જતા પથ્થરના ઘા ફરીયાદીને ડાબી આંખના નીચેના ભાગે તથા નાક પર ઘા લાગતા ફરીયાદીને મોઢાના ભાગે ડાબી આંખ નીચે સમાન્ય ઇજા તથા નાકના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular