HomeMorbiટંકારામાં ફટાકડા ફોડવાની ના પાડતા લોહિયાળ ખેલ! પિતા-ભત્રીજા પર પાઈપ અને કુહાડીથી...
ટંકારામાં ફટાકડા ફોડવાની ના પાડતા લોહિયાળ ખેલ! પિતા-ભત્રીજા પર પાઈપ અને કુહાડીથી હુમલો, છ શખ્સો સામે ગુનો
ટંકારામાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લતીપર ચોકડી નજીક ઉશ્કેરાયેલા શખ્સોએ પિતા-ભત્રીજા પર લોખંડના પાઈપ, ધારીયા અને કુહાડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારાના ગોકુલનગરમાં રહેતા કનુભાઈ ઝાપડાના ભત્રીજા ધવલ ઝાપડાએ ફટાકડા દૂર ફોડવાનું કહેતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ચાર શખ્સોએ પિતા-ભત્રીજા પર હુમલો કર્યો હતો. જેમાં શુભમ ટોળિયાએ ધવલની પીઠના ભાગે કુહાડીનો ઘા ઝીંકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે ટંકારા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.